ઈમાનદારી નો ફુગ્ગો...

(11)
  • 4.4k
  • 3
  • 1.2k

રાત્રે ૧૧ વાગ્યાનો સમય હતો, મિત્રનો ફોન આવ્યો એટલે હું નોકરી પરથી છૂટીને સીધો રેસ્કોર્ષ પહોંચ્યો, લગભગ રાત્રીના પોણા અગિયાર વાગ્યા હતા. મને એટલે યાદ છે કે ત્યારે મારી પત્નીનો કોલ આવ્યો હતો. હું જેવો રેસકોર્ષ પહોંચ્યો એટલામાં જ મને ફોન આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે, નેત્રા સૂઈ ગઈ છે. અને હવે હું પણ સૂઈ જાવ છું. ઘરે આવો એટલે ફોન કરજો તેવું એને મને કહ્યું હતું. મીઠાની રાહ જોઈને હું ૧૫ મિનિટ સુધી ઊભો રહ્યો. મધરાતના ૧૨ વાગી ગયા હતા. રસ્તા સૂમસામ થવા લાગ્યા હતા. બધા લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. વાહનોની અવરજવર ઓછી