મને મારું બાળપણ સાંભરે રે એકવાર છોકરાઓની ટોળી સાતોડિયું રમતી હતી. તે ટોળકીમાં બે સગા ભાઈઓ પણ રમી રહ્યા હતા. મોટાભાઈનું નામ મહેશ અને નાનાભાઈનું નામ રમેશ હતું. બંને એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. હવે સાતોડિયુંમાં માર દડી મારવાનો દાવ રમેશનો હતો. તેનો ભાઈ સામેની ટુકડીમાં હતો તેઓ રોજની જેમ મોજમાં જ રમતા હતા. દાવ પ્રમાણે રમેશે મારદડી મારી પણ દુર્ભાગ્યે દડી કેચ કરી લેવાના આશાયથી સામે નમી રહેલા મહેશના માથામાં તે સાતોડીયાની પતેડી સીધી ઊડીને ઘુસી ગઈ અને તરત જ લોહી ટપકવા માંડ્યું. તે નાનકડો રમેશ આ જોઈ ખૂબજ ડરી ગયો. ગામલોકો દ્વારા મહેશને તરત