' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 2 ♦?♦?♦?♦ પ્રણવ એક મહિનામાં તો પોતાના કામમાં સારો એવો સેટ થઈ ગયો . પેલા મહિનાનો પગાર આવતા જ બંને ભાઈ-બેનનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું . સ્કૂલને લગતી તમામ જરુરીયાતોની વસ્તુઓ પણ લઈ આવ્યો . રાતે દુકાનેથી આવ્યો ત્યારે બંને ભાઈ-બેનના ચહેરા પર અપાર આનંદ છલકાતો હતો . બંને દોડીને ભાઈને વળગી પડ્યા . અને પોતાની પુસ્તકો , નોટબુકો બધું દેખાડવા લાગ્યા . અને સ્કૂલના પહેલા દિવસનો પૂરો અહેવાલ ભાઈને કહેવા લાગ્યા .પ્રણવ પણ પુરી પ્રસન્નતાથી બંનેની વાતો સાંભળતો રહ્યો .માઁ પણ દૂર બેઠી બેઠી પ્રણવના ચહેરામાં બાળપણ શોધવા લાગી . જીવન એટલે જવાબદારીઓનું પોટલું