પ્રેમ વેદના - ૪

(39)
  • 3.5k
  • 3
  • 3.3k

આપણે જોયું કે રોશનીની વિચારધારા રાજ માટે થોડી બદલાઈ હતી. હવે આગળ...મનને જવાબ આપી ગયા એક પ્રેમભરી નજરથી,મગજને અનેક પ્રશ્નો કરી ગયા એક પ્રેમભરી નજરથી.રાજના મનમાં અનેક ઉથલપાથલ રોશનીએ રાજ સાથે વાત કરી તેથી થવા લાગી હતી. રાજનું મન હિલોળા ખાતું હતું. એ વિચારતો હતો કે રોશની પણ મને પસંદ જ કરે છે.. વળી રાજે લગ્નનો પ્રસ્તાવ રોશની સમક્ષ મુક્યો એને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, છતાં રોશનીએ કોઈ પ્રતિભાવ તો નહોતો આપ્યો, તો શું હું કંઈક ખોટી ગાંઠ બાંધી રહ્યો છું? એવા વિચાર પણ રાજને વિવશ કરી રહ્યા હતા. રોશનીથી અજાણતા જ રાજને મૂક અનુમતિ અપાઈ ચુકી હતી આથી