અંજલિ મન માં ને મન મા જ....અંતર ને વલોહી રહી હતી...તથા તેનાં અને વિશાલ નાં સંબંધો...તથા તેના જીવન માં અનુરાગ નાં મહત્વ ને સમજી રહી હતી.હવે....આગળ....******** પેજ -૨૨ ********પરફેકશન ની આગ્રહી અંજલિ ને બધુંજ પરફેક્ટ જ જોઇએ. જમવાનું પતાવ્યું અને તેની ચેર પર બેઠી અને નજર સામેની દિવાલ પર લાગેલી ઘડીયાળ પર પડી...બરાબર ૨.૩૦ થયા હતા.દરવાજા પર નોક થયું....! અંજલિ એ વગર જોયે જ કહી દીધું....યસ કમ ઇન મહેતા સાહેબ.ગુડ આફટરનુન મેડમ...! કહી ને મહેતા સાહેબ કેબીનમાં આવ્યા. પ્લીઝ....આપ બેસો મહેતા સાહેબ...!! અંજલિ એ વિવેક પુર્વક બેસાડ્યા. મેડમ....આપણે વાત થયા મુજબ બેંગ્લોર ના મોટાભાગના કામોની પ્રોપર વ્યક્તિ ઓ ની નિમણુંક થઈ ગઈ છે. મી.ભટ્ટાચાર્ય