વાતચીતની કળા

(17)
  • 5k
  • 8
  • 1.6k

ઇશ્વરે માણસને ‘સર્વશ્રેષ્ઠ સર્જન’ બનાવ્યું છે. માણસને બીજા પ્રાણીઓ અને સર્જનોથી અલગ પાડવામાં સૌથી મહત્વની બાબત છે એની બોલવા અને સંવાદની કળા. આપણે ગમે તે કામ,ધંધા,નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા હોઇએ, બીજો લોકો સાથે સંપર્કમાં આવવું પડે છે. એટલે વાતચીત પણ કરવી પડે છે. વાતચીતની કળા વિશે પશ્ચિમમાં ઘણું બધું લખાયું છે અને લખાઇ રહ્યું છે. વાતચીત એક કળા છે. દુર્ભાગ્ય આપણે આ કળા ભૂલતા જઇએ છીએ. એના વિશે લખાયું પણ ઓછું છે. શાળા કોલેજોમાં આના વિશે ભણાવવામાં પણ આવતું નથી. જે કંઇ થોડું ઘણું લખાય છે, એ પણ ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારો માટે હોય છે. ધંધા રોજગાર કે વ્યવસાયની સફળતાનો