પરાશર આવ્યો તે સમયે જ આ બધું બની ગયું તેથી હું તેને ક્યાંય લઈ જઈ ન શક્યો. બંગાળીની મઢીએ ભજન સાંભળવા પણ અમે ન જઈ શક્યા. એકાદ ચાંદની રાત્રે રબ્બરની હોડીમાં દરિયે તો જઈ શકાત. પણ એ હોડી રહી ગઈ મછવામાં. કંઈ ન થઈ શકયું અને પરાશર ચાલ્યો ગયો. શ્યાલબેટ મારા માટે અધૂરા પ્રશ્નોનો બેટ સાબિટ થયો છે. પહેલી વખતે ભેસલાનું રહસ્ય અને પેલા થાપડાના ખલાસીઓનું શું બન્યું હશે? તે જાણ્યા વગર નીકળી ગયો. આ વખતે વિષ્ણોની ચિંતા લઈને નીકળી જવું પડ્યું.