ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૩મીતલ ઠક્કરઆ ભાગમાં નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે અને માત્ર કડવાશને કારણે કારેલાં ખવાતા ન હોય તો કારેલાંની કડવાશ દૂર કરવાના અનેક ઉપાય સાથે કેટલીક રસોઇ ટિપ્સ પણ છે. . બટાકાને બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવાથી તેની છાલ જલદી નીકળી જશે. જો શાકમાં મીઠું કે મરચું વધારે પડી ગયું હોય તો સ્વાદને સંતુલિત કરવા તેમાં જરૂર મુજબ મલાઇ, દહીં અથવા તાજું ક્રિમ નાખો. દહીં બનાવતી વખતે તેમાં નાળિયેરનો એક ટુકડો નાખી દેવામાં આવે તો સરસ જામે છે અને બે-ત્રણ દિવસ સુધી તાજું રહે છે. આજકાલ સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોને બદલે નોનસ્ટિક