મન મોહના - ૬

(152)
  • 5.9k
  • 12
  • 2.4k

નિમેશ ભરત આગળ પોતાના દૂધ જેવા ધોળા રંગ અને મોર જેવી કળાના વખાણ કરતો હતો એ વખતે હું ચાલતો ચાલતો આગળ નીકળી ગયેલો. ખબર નહિ કેમ પણ મારું મન મને કહેતું હતું કે ભલે ગમે તે થાય મોહના તારી છે અને એ હંમેશા માટે તારી થઈને જ રહેશે. એ પછીના થોડાં દિવસો શાંતિથી પસાર થઈ ગયેલા. ભરતે મોહનાની દોસ્ત સંધ્યા સાથે સારી દોસ્તી કરી લીધી હતી અને એના બહાને એ મોહના સાથે પણ વાતો કરતો થયો હતો. એ સાથે મનેય લઈ જતો, પણ મારા મોઢા પર મોહનાને જોતા જ કોઈ અદૃશ્ય તાળું લાગી જતું... ગમે એટલા પ્રયાસ કરૂ છતાં શું બોલવું