ભાગ-૩ (અજય પદુકાકાના દીકરાના લગ્નમાં જાય-ત્યાં એક યુવતી -અજય તેને પ્રેમ કરે-ઘરે વાત ચલાવવા તેના પપ્પાને કહે- હા ના હા ના થયા કરે વધુ આગળ....) બાયોડેટા વાંચતા વાંચતા વાત આગળ વધે છે ધીમે ધીમે અભિમન્યુ જેમ કોઠા વીંધે તેમ એક પછી એક કોઠા વીંધાતા જતા હતા પછી ના દિવસે પદુકાકાએ પ્રકાશભાઈ ને ફોન કરીને અમે તમારા ઘરે આવીએ છીએ એવુ જણાવ્યુ પરંતુ નોકરીના કામના કારણે અજય બીજા શહેરમા જ રોકાઈ ગયો હતો જેથી અજય અને આસ્થાનુ મીલન શક્ય ન હતુ સાંજે જમીને વ્યારુ પછી પદુભાઈ તેના ઘરના એટલે અંજલી અને તેના બાળકો જીગર અને જાનકી પ્રકાશભાઈને ત્યાં આવી પહોંચ્યા