ધરતીનું ઋણ - 3 - 1

(36)
  • 3.1k
  • 7
  • 1.3k

ઘરરર...શાંત ભેંકાર વાતાવરણમાં બાઇકના એન્જિનનો ભયાનક અવાજ ગુંજતો હતો. આંધીની રફતારથી અનવર હુસેન ગાડી ચલાવી રહ્યો હતો. તેની પાછળ થેલો પકડીને ચોથો પાર્ટનર બેઠો હતો. ‘અબે ઓ સુવર...જરા ગાડી ધીમી ચલાવ.’ વાતાવરણ બરફ જેવું થીજી ગયું હતું. હાઇવે પર કાતિલ ઠંડીનો કહેર વર્તાતો હતો. મોટર સાયકલની પાછળ બેઠેલો ચોથો પાર્ટનર ઠંડીથી ધ્રૂજતો હતો. આ તે કેવો માણસ છે. આટલી કાતિલ ઠંડીમાં પણ આટલી ઝડપથી મોટર સાયકલ દોડાવી રહ્યો છે. તેને નવાઇ લાગતી હતી.