સમુદ્રાન્તિકે - 22

(80)
  • 8.7k
  • 9
  • 4.6k

‘કોઈનું ગાડું મળશે?’ વરાહસ્વરૂપ પહોંચતાં જ અમે વાહનની તપાસ શરૂ કરી. વીસેક ઘરના નાનકડા ગામમાં ગોપા આતાને શોધતાં વાર ન થઈ. તેણે તરત ગાડું જોડ્યું. ગામ બહાર નીકળ્યા. ‘કાં ઓચિંતું પટવે જાવાનું થ્યું.?’ તેણે બળદોને પસવારતાં પૂછ્યું. ‘ત્યાં અવલના ઘરે જવું છે.’ મને ભાન થયું કે અવલના ભાઈનું નામ, ઠામ, ઠેકાણું કંઈ જ મેં પૂછ્યું નથી.