ને અચાનક

(44)
  • 2.8k
  • 1
  • 1.1k

“ કમળા નહાવા માટે જરા ગરમ પાણી કરી આપને. ” ઘરમાં પ્રવેશતાં જ જયંતિલાલે પત્ની ને કહ્યું. ચાનો કપ લઈ કમળાબેન રસોડામાંથી બહાર આવ્યાં. જયંતિલાલના કપાળે હાથ મૂકી જોયું તબિયત તો ઠીક છે ને ?“ પહેલાં ચા પી લો , પાણીનું તપેલું મુક્યું છે ગરમ થાય એટલે નાહી લેજો. ”“ ના , પાણી થાય ત્યાં સુધી જરા આડો પડું છું. ચા નાહી ને પીશ. બહુ જ થાકી ગયો છું આજે , પહેલાં નાહીશ એટલે થોડો થાક ઉતરી જશે. ખબર નહી આજકાલ આ વિદ્યાર્થીઓને શું થયું છે ?” કહી જયંતિલાલ ટીવી ચાલુ કરી સોફા પર જરા આડા પડ્યાં. જયંતિલાલે કાઢેલો બળાપો