ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 21

(185)
  • 16.7k
  • 13
  • 7.3k

પત્નીને ‘આવજે’ કહીને મહેશભાઇ બહાર નીકળ્યા. સવારના દલ વાગ્યા હતા. ત્રીજા માળે આવેલા ફલેટમાંથી પગથિયા ઊતરીને નીચે આવ્યા. પાર્કિંગમાં જઇને સ્કૂટર ચાલુ કરવા માટે ચાવી શોઘવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, ત્યારે ખબર પડી કે ચાવી તો ઘરમાં જ ભૂલી ગયા છે. જૂના ફ્લેટ્સ હતા. લિફિટની લક્ઝરી ગેરહાજર હતી. શું ફરીથી દાદરા ચડવા પડશે? એમણે ઉપર જોયું અને હૈયામાં ‘હાશ’ જન્મી. પત્ની હજુ બાલ્કનીમાં જ ઊભી હતી.