અતુટ દોર નુ અનોખું બંધન -30 ( સંપૂર્ણ )

(99)
  • 3.4k
  • 7
  • 1.9k

સુધા વિચારે છે કે આ છોકરી બધુ કહે તો છે પણ એના પ્લાન પ્રમાણે થશે ખરૂ ?? બધા મેરેજમા ગયા છે અને કોઈ પાછુ આવ્યું તો ?? આમાં કંઈ ફસામણી તો નહી હોય ને ?? પણ વિચારે છે જવુ તો પડશે અને વધારે એવુ લાગશે તો એને ફસાવી ને બધુ એના પર ઢોળી દઈશું. આમ પણ બધા ધંધામાં આગળ તો એ જ છે અમને તો આમ પણ ક્યાં કોઈ ઓળખે છે.તેનુ નામ પર તો બધુ છે. આવુ વિચારી ને તે પોતાના પતિને લઈને ત્યાં જાય છે. કુલદીપ ને કંઈ કહેતી નથી.ત્યાં જુએ છે તો મેઈન ગેટ પર વોચમેન નથી હોતો.