આ સ્ટોરી ફક્ત મનોરંજન હેતુથી લખાઈ છે.વાર્તામાં આવતા નામ પાત્રો સ્થળ કદાચ કથાનકને સબળ બનાવવાના હેતુસર સાચાં લાગે. પરંતુ કથાનક કલ્પિત છે..! જેની બધાંએ નોંધ લેવી. **** **** *****ઠુમ્મરસિંગ ઉર્ફે ઠમઠોર સિંગ તગડો મોટા પેટવાળો શખ્શ હતો.મોટી હવેલી જેવુ ધર હતુ એનુ. પાછળના ડોરથી આ બુટલેગર દારૂનો ધીકતો ધંધો કરતો. કેટલાક અફસરોની રહેમ નજર એના ધંધા પર હતી.કેમ નહોય એ મોટી રકમ છાને છપને જગદિશ સાહેબને પહોચાડી દેતો. અને નારંગની પણ ભૂખ ભાંગતો. બધુ ખટપટીયાની જાણ બહાર જ હતુ.ઠમઠોરસિંગ મોટે ભાગે મુખ્ય ગેટ પર સોફા પર પસરીને બેસતો અને આખો દિવસ મૂવીના આઈટમ સોંગ જોયા કરતો. ટીવી સ્ક્રીન પર નૃત્ય કરતી અર્ધનગ્ધ નર્તકીઓ જોવાની