28 ધુમ્રસેરો આઈના પરથી હટી ગઈ. કાજી સાહેબ અને મૌલાના ફરી આઈનાની ભીતર રહેલી અતિતની સૃષ્ટીમાં ખોવાઈ ગયા.મુગલ સમ્રાટ સુલેમાન સાળવી પોતાની રાજગાદી પર બેઠો હતો. માથે હિરા-માણેક સાથે અનેક જાતના રત્નોથી શોભતો બેશકિમતી તાજ બાદશાહના માથા પર હતો. તાજની શોભા વધારનારી ગોલ્ડન વલયો વાળી એક કલગીનો ચળકાટ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો.મહારાજની આજુબાજુ બે કનિજો મોટા ગુલાબી હાથ પંખાઓ દ્વારા હવા ઢોળી રહી હતી.રાજનો એક સૈનિક કોઇના સંદેશ સાથે દરબાર માં પ્રવેશ્યો. બંને બાજુ દરબારીઓની પંગતનો દબદબો હતો.તમામ દરબારીઓનું ધ્યાન સંદેશવાહક સૈનિક તરફ દોરાયું.બાદશાહની સન્મુખ આવી અદભભેર ઝૂકીને સલામ કરી એ બોલ્યો."બાદશાહ સલામત..