ત્રણ પુરૂષ અને એક ‘હું’

(55)
  • 5k
  • 4
  • 1.7k

મારું નામ હું છેલ્લે કહીશ પણ મારી જિંદગીની દાસ્તાં જાણશો એટલે તમને મારા વિશે ખ્યાલ આવી જશે. મારી જિંદગીની સત્ય કહાની આજ તમને જણાવવી છે. પણ એક પ્રોમિસ કરો કે તમે રડશો નહીં..મારી કસમ...તમને મારી કસમ...મને નાનપણમાં પોલીસ નામથી બહુ ડર લાગતો પણ હવે એ સત્ય છે કે ‘એ’ અમારા સાથીદારો છે એથી વિશેષ મારા રક્ષક પણ છે. મારા ઘરની નીચે જુઓ તો રસ્તા પર પુરૂષોની ભીડ જોવા મળશે. એ ભીડ મારા હદયને શાંતિ આપે છે. કારણ કે, એમાંથી જ મને કોઈ પેટ ભરવા માટેના પૈસા આપીને જાય છે.હા, સાચી વાત છે, હું સ્વીકારું છું. હું બજારમાં શરીરનો વેપાર કરતી