નવા આગંતુકો

(11)
  • 2.6k
  • 3
  • 955

નવા આગંતુકોવૃક્ષો સાંજના ઢળતા તડકા સાથે એકબીજાને કેમ છો કહેતાં અરસપરસનું સાનિધ્ય માણી રહયાં હતાં .“તારી પર ઉગેલું ફૂલ કોઈ માનવ સ્ત્રીના ગૂંથેલા અંબોડા જેવું સુંદર લાગે છે. ને તારી માદક સુગંધની તો વાત થાય કઇં?“ મીઠા લીમડાએ બાજુમાં જાસુદને કહ્યું. “હા,પણ લીમડાભાઈ કહું છું, આપણા મકાનમાલિકે ઘર બદલ્યું. જતાં જતાં મારી સાથે વાતો પણ કરતો ગયો કે યાદ કરજો, ફુલજો, ફળજો. કોણ જાણે નવો માલિક આવતાં તેનો શોખ બદલતાં કેવા છોડ નવા આવે છે. મને તો જગ્યા બચાવવાની ને અમારી જાત પણ બચાવવાની બીક લાગે છે. અમે બહુ બહુ તો સંકોચાઇએ, આમથી તેમ ઝૂલીએ. કાંઈ ક્યારો છોડી ભાગી તો