લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૨૮પ્રકાશચન્દ્રના મૃત્યુ પછી "લાઇમ લાઇટ" ફિલ્મએ સફળતા મેળવી એટલે પોતાનું બધું કામ થઇ ગયું હોવાથી રસીલી પ્રકાશચન્દ્રના પત્ની કામિનીને મળવા માગતી હતી. અને બધા ખુલાસા કરી કેટલીક જવાબદારીઓમાંથી છૂટવા માગતી હતી. ત્યાં સામેથી જ કામિનીનો ફોન આવી ગયો. રસીલીએ મોન્ટુ સાથેનો લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ કેન્સલ થયો હોવાથી કામિનીને પોતાના ફ્લેટ ઉપર જ બોલાવી હતી. તે કામિનીની રાહ જોતી બેઠી હતી અને ડોરબેલ વાગી એટલે દરવાજો ખોલવા ગઇ. દરવાજો ખોલ્યા પછી સામે કામિનીને બદલે સાગરને જોઇ તે પહેલાં તો ચમકી ગઇ. પછી નવાઇ પામી તેને આવકાર આપ્યો.રસીલીના ચહેરા પર નવાઇ જોઇ સાગરને ખ્યાલ આવી ગયો કે તેના આવવાની