બુધવારની બપોરે - 45

(33)
  • 5.4k
  • 5
  • 1.4k

આ દિવાળી પહેલા મારા તમામ વૉટ્‌સઍપીયા સંબંધીઓને મૅસૅજ મોકલ્યો હતો (કમનસીબે....એ ય વૉટ્‌સઍપ પર...) કે મને તમારી દિવાળીની શુભેચ્છા કે મારૂં નવું વર્ષ સુંદર જાય, એવી કોઇ શુભેચ્છા મોકલશો નહિ. આ મૅસેજ મારા બધા દોસ્તોને મોકલ્યો છે, તો તમે ‘પર્સનલી’ લેશો નહિ.’ પરમેશ્વરની કૃપાથી સામો એકે ય નો જવાબ આવ્યો નહિ, એટલે મારો મૅસેજ કામ કરી ગયો છે, એવું ઈ.સ.૨૯૧૯ ના નવા વર્ષ સુધી તો માની લઉં છું. રામ જાણે, જાન્યુઆરીના નવા વર્ષ વખતે પાછા બધા મંડી પડશે.