ધરતીનું ઋણ - 2 - 2

(32)
  • 4k
  • 5
  • 1.3k

મીરાદ કોશ, પાવડો અને ત્રિકમ લઈ આવ્યો. ચારે જણા ભેગા થઈને ત્રિકમ, કોશની મદદથી દરવાજા ઉપરનો છજ્જો તોડી પાડ્યો. ઉપરના છજ્જો તૂટી જતાં બારસંગ પર દબાણ હળવું થયું. મીરાદે દરવાજાની વચ્ચે કોશ ભરાવી અને જોર કર્યું. એટલે એક દરવાજો ખૂલીને એક તરફ લટકી ગયો. કોશનો જમીન પર ‘ઘા’ કરી મીરાદે બીજા દરવાજાને ધક્કો માર્યો. થોડી ચિચિયારીના અવાજ સાથે દરવાજો ખૂલી ગયો અને ચારે જણા અંદર પ્રવેશ્યા.