નસીબ ના ખેલ... - 21

(67)
  • 4.3k
  • 5
  • 2k

ધરા ને રાજકોટ ઘરે ઉતારી, ચા નાસ્તો કરી સહુ ભાવનગર જવા નીકળી ગયા... અને અહીં હંસાબેન અને ધરા ના માસી ધરા ને વીરપુર શુ થયું શુ વાત થઈ વગેરે પૂછવા લાગ્યા, તો બીજી તરફ ધીરજલાલ હવે ધરા ના લગ્ન ક્યારે કરવા અને ક્યાં કરવા (મતલબ વડોદરા કરવા કે રાજકોટ કરવા) એ બધું વિચારી રહ્યા હતા.... જો કે આ જ ચર્ચા કે લગ્ન ક્યારે કરવા એ નિશા પણ ગાડી માં કરી રહી હતી... એને પણ લગ્ન જેમ.બને એમ વહેલા થઈ જાય એવી ઈચ્છા હતી, કારણ નિશા નો ઝગડાલું સ્વભાવ તેના કુટુંબ માં બધે પંકાયેલો