મૂનલાઈટ ક્લબમાં રાતનાં બાર વાગ્યે મનોરંજનની મહેફિલ શરુ તાતી તે છેક વહેલી સવાર સુધી ચાલતી હતી. ઓરકેસ્ટ્રામાંથી પાશ્ચાત્ય સંગીતનો શોર શરુ થતાં જ હ્હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર ઉભેલી યુવતીએ એક ખુબ જ રોમેન્ટિક ગીત શરુ કર્યું. એ સાથે જ પેલો નવયુવાન યુવતીના વસ્ત્રો ઉતરવાનો હાવભાવ પ્રદર્શિત કરવા લાગ્યો. ઉષા નત મસ્તકે ટેબલ પર આંગળી વડે જાણે કોઈક અદ્રશ્ય ચિત્ર દોરતી હતી.