ગુજરાતી ભાષા સહેલી કે અંગ્રેજી? @હસતાં રમતાં @રવીન્દ્ર પારેખભાષા બધી જ મહાન છે,પણ આપણે તેને મહાણમાં લઇ જવા મથીએ છીએ.આ સારું નથી.હું ગુજરાતી છું તો મને ગુજરાતી વહાલી હોવી જ જોઈએ,પણ ના,મને અંગ્રેજી જ વહાલી છે.આવું કેમ?કારણ કે હું ગુજરાતી છું.મને પારકે ભાણે જ મોટો લાડુ દેખાય છે.એટલે જ તો ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમની આટલી બોલબાલા છે.ગુજરાતમાં લોકોને ગુજરાતી અઘરી લાગે છે કારણ એક સાથે જ ગુજ-રાતી,પીળી,ધોળી દેખાય છે ને ઇંગ્લિશ ઇઝી લાગે છે.આ બધી ‘ઇઝીમની’ની જ મોંકાણ છેને!પણ અઘરી હોય કે સહેલી ભાષા તો બંને જ અઘરી કે સહેલી છે.અંગ્રેજીની વાત કરીએ તો તે અનિયમિત ભાષા છે.એક જ સ્પેલિંગના ઉચ્ચાર જુદા જુદા