માથાભારે નાથો [3] મગન માવાણી એટલે બહુમુખી પ્રતિભા ! તલત મહેમુદથી લઈને મહમદ અઝીઝ સુધીના તમામ ગાયકોનો અવાજ એના ગળામાંથી બખૂબી નીકળતો. પહેલેથી જ કોઈક મિત્રના આશરે જ એ પડ્યો પાથર્યો રહેતો. સરસ મજાના ચિત્રો પણ દોરતો અને કવિતાઓ અને ગઝલો પણ ઠીક ઠીક લખી નાખતો. ગીતા દત્ત, શમશાદ બેગમ અને સુરૈયાએ ગાયેલા ગીતો ઝીણા અવાજે ગાઈને દોસ્તોના દિલ બહેલાવતો. હોસ્ટેલના બાથરુમમાં કપડાં ધોતા ધોતા એ ગાતો...."તકદીર કા..ફસાના...જાકર કિસે સુનાએ...ઇસ દિલમે જલ રહી હે એ..એ . અરમાન કી ચિતાએ....શહનાઈઓ સે કહે દો.. કંઈ ઓર જા કે ગાયે...તકદીર કા ફસાના...."તો ક્યારેક વળી તલત મહેમુદ નું કોઈ કરુણ ગીત ગાંગરતો."એક બંગલા