ધરતીનું ઋણ - 1 - 4

(41)
  • 3.5k
  • 7
  • 1.4k

ર્ડોક્ટર શ્યામસુંદર કેમ્પની બહાર મીરાદ અને રઘુ બેઠા-બેઠા નિર્લેષ ભાવ કેમ્પની ધમાલ જોતાં જોતાં બીડી ફૂંકી રહ્યા હતા. ‘મીરાદ...રાત્રે કેટલા માલ ભેગો કર્યો.’ બીડીનો દમ લેતાં રઘુ બોલ્યો. ‘માલ તો મળ્યો, પણ ઘણો હેરાન થયો, યાર...’ ‘કેમ ?’ આશ્ચર્યતી રઘુ બોલ્યો. ‘રઘુ...ગામમાં ઘૂસ્યો અને અંદર પડેલી લાશોનું ટોર્ચથી નિરીક્ષણ કરતાં કરતાં તેમના શરીરમાં પહેરેલ ઘરેણા મેં ઉતાર્યા, હું સાથે નાઇફ અને કટર લઇ ગયો હતો. એક એક લાશોનું ઘરેણાં ઉતારવામાં ઘણો સમય લાગે તેમ હતો. તેથી મેં કોઇની આંગળી કાંપી વીંટીઓ ઉતારી,કાન, નાકમાં પહેરેલ દાગીના ખેંચીને કાઢ્યા, તો કેટલીય લાશોની ગરદન કાપી સોનાની ચેનો કાઢી. અંગને કાપીને સોનું ઉતારવામાં ઝડપ થઇ અને ઘણો આનંદ આવ્યો. હસતાં હસતાં મીરાદ બોલ્યો.