વિષાદ યોગ - પ્રકરણ - 34

(195)
  • 5.9k
  • 10
  • 4.4k

બીજા દિવસે સવારે ત્રણેય જેસર તરફ આગળ વધ્યા નિશીથે ગુગલ મેપમાં લોકેશન સેટ કરી કારને જવા દીધી. લગભગ 18 કિલોમિટર જેટલું અંતર કપાયા પછી નિશીથે કારને ઉભી રાખી અને ખીસ્સામાંથી નકશો કાઢી જોયું તો હવે પેલો પીળો પડી ગયેલા ભાગના વિસ્તારમાં તે લોકો પ્રવેશી ગયા હતા. નિશીથે કશિશ અને નૈનાને કહ્યું “જો સામે એક ટેકરી જેવું દેખાય છે. ચાલો ત્યાં તપાસ કરીએ. ત્રણેય ચાલીને ટેકરી ઉપર ગયા અને આજુબાજુ તપાસ કરી પણ અહી ખજાનો હોય તેવા કોઇ સંકેત તેમને