મન મોહના - ૪

(138)
  • 5.6k
  • 10
  • 2.4k

ભરત તો મનનો જીગરી યાર હતો જ અને એણે મનને વચન આપી દીધેલું કે એ મન અને મોહનાનો મેળાપ કરાવીને જ રહેશે પણ બધું આપણે વિચારીએ અને થઇ જાય એવું હોત તો નિયતિ શું કરત? આટલેથી મનના જીવનમાં કેટલાક નવા પાત્રો ઉમેરાયેલા જેમણે મનના હાલના સંજોગ માટે મહત્વનો ભાગ ભજવેલો... મન મનોમન એ બધાને નામ અને ચહેરા સાથે યાદ કરી રહ્યો.એમાં સૌથી પહેલાં યાદ આવ્યો વિવેક, મનનો સિનિયર સ્ટુડન્ટ. એમના કરતાં એક વરસ આગળના ધોરણમાં ભણે છે. રંગે કાળો, રંગબેરંગી કપડાં પહેરવાવાળો અને પોતાને મોટો હીરો થવા જ જનમ્યો હોય એમ માનનારો અને વર્તનારો બીજાં યાદ આવ્યાં એમના એક સાહેબ,