એક દી તો આવશે..! - ૫

(43)
  • 2.8k
  • 4
  • 1.2k

"જીન્દગી અને મનગમતા પતંગિયા,ઉડી ગયા પછી હાથ નથી આવતા..!!"એક દી તો આવશે...!!ભાગ - ૫,છેવટે, અમુ નિશાળ ન ગયો...અને ખેતરે જ એક ભેંસ અને બે ગાય ને લઈ આખો દિવસ ચરાવા જતો..ને મોજ કરે જતો...!!વેલો ને સમુ પણ...એકના એક છોકરા ને હીરા ની જેમ સાચવતા સમય પસાર કરતા હતા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો..એકાદ બે વરહ આમ જ નીકળી ગયા..અમુ આઠ વર્ષ નો થઈ ગયો...ગીતા પણ ચાર વરહ ની થઈ ગઈ હતી..!વરસાદ ની અછત વર્તાતા..સુકો દુકાળ ભાસી રહ્યો હતો..પાણી ના તળ ઊંડા જતા રૂપા પટેલ પણ પૂરતું પાણી આપી શકતા નઈ..વેલો પોતાનું ભરણપોષણ થાય એટલું વાવતો..ને સમુ ની હારે એ..ને સુખ