64 સમરહિલ - 43

(205)
  • 7.9k
  • 9
  • 6.2k

રાત્રે સવા બાર વાગ્યે: 'વોટ નોનસેન્સ... તમને ઈન્સ્ટ્રક્શન ન મળી હોય એટલે મારે પેશન્ટને જોખમમાં મૂકવાનો?' લોબીના સામેના છેડે કોઈક ઊંચા અવાજે બોલતું હતું એ સાંભળીને બીએસએફના એક ચોકિયાતે અવાજની દિશામાં ગરદન લંબાવી. ગળામાં બેપરવાઈથી સ્ટેથોસ્કોપ લટકાવીને એક ગોરી, જાજરમાન યુવતી દમામદાર અવાજે ફ્લોર સ્ટાફને ધમકાવતી હતી. કાંસાની ઘંટડી જેવો તેનો અવાજ ઉશ્કેરાટમાં ઊંચો થઈને છેક અહીં સુધી સંભળાતો હતો.