મુહૂર્ત (પ્રકરણ 7)

(169)
  • 4.3k
  • 9
  • 2.3k

હોટલ મેજિક સર્કલ જાદુગરોના રહેવા માટેની જ જગ્યા હોય એવું તેના નામ પરથી દેખાઈ આવતું હતું. તે બે માળની હોટલ મુંબઈ શહેરના હૃદય જેવા મલાડ વિસ્તારમાં હતી. તેનાથી ત્રણેક બ્લોક દુર બીજી એવી જ હોટલ હતી જેનું નામ પણ મેજીકથી શરુ થતું હતું. આસપાસ ઘણી હોટલો હતી પણ વિવેકના પપ્પાએ અમારા માટે મેજિક સર્કલમાં રૂમ બૂક કરાવ્યો હતો. અમારે એ હોટલમાં રોકાવાનું હતું એટલે અમે બીજી હોટલો તરફ ખાસ ધ્યાન ન આપ્યું. બહારથી એ હોટલ સામાન્ય અને ટુ સ્ટાર દેખાતી હતી. વિવેકે કાર હોટલના પાર્કિંગ લોટમાં પુલ ઓફ કરી. અમે અમેઝ્માંથી બહાર આવ્યા. મેં હોટલની સામે તરફ લગાવેલ હોર્ડીન્ગ્સ તરફ