સમુદ્રાન્તિકે - 16

(78)
  • 7.7k
  • 7
  • 5.2k

ડક્કા પર બેઠો બેઠો ગઈ રાત્રીએ અનુભવેલું શ્યાલબેટનું અપ્રતિમ સૌંદર્ય વાગોળું છું. મછવો દશ વાગે લાગશે. હજી બેકલાક છે. માછલાંની વાસથી દૂર રહેવા અને ચા પીવાને ઈરાદે નાનકડા ગામ તરફ જઉં છું. દયારામની દુકાને પહોંચી જવાય તો ચા પણ મળશે. ‘આવો સાહેબ, બાપુ તો ગ્યા દાંડીયે’ તેના પુત્રે કહ્યું. ‘મળ્યો મને તારો બાપુ. હું હવે જઉં છું. મછવાને હજી વાર છે એટલે આ તરફ આવ્યો.’