નાનો દીકરો અનિલ પણ બારમાં ધોરણમાં અભ્યાસ ઘરબેઠા કરતોદિવાળીનો મહિનો હતો પરમાને કામ પણ ઝાઝું ભેગું થઈ ગયું હતું હવે દીકરો અનિલ પણ મમ્મીને મદદ કરવા લાગ્યો બન્ને મા દીકરો વારાફરતી સિલાઈ મશીને બેસતાં કારણકે ભાઈબીજ નજીક આવે છે તો પરમાના ભાઈ ભાભી દીકરો સુનિલ પણ સાથે આવવાનો હતો માટે કામ જલ્દી પૂરું થઈ જાય.પરમા આજ સવારે વહેલી ઉઠી રસોઈની તૈયારી કરી ઘડિયાળમાં સમય જોતાં બાર વાગી ગયાં કેમ હજું ભાઈને એ લોકો આવ્યાં નહિ મનોમન બબડતી હતી ત્યાં જ થોડીવારમાં કારનો અવાજ આવ્યો પરમાએ દરવાજો ખોલ્યો પરમા એ ભાઈ ભાભીનું સ્વાગત કર્યું,ભાઈ આજે કેમ આટલું બધું મોડું થઈ ગયું