માથાભારે નાથો - 2

(71)
  • 5.5k
  • 6
  • 3.6k

માથાભારે નાથો [2] "મારું પાકીટ..? અરે..ભાઈ મારુ પાકીટ કોઈ કાઢી ગ્યું છે..."નાથાએ ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું."બસમાં ખૂબ ગડદી (ગિરદી) હતી , અને મારે એક જણ હારે માથાકૂટ થઈ'તી.. એ વખતે કોક મારું પાકીટ મારી ગ્યું ભાઈ..." રિક્ષાવાળો ભલો માણસ હતો.એણે નાથાની આંખોમાં રહેલી સચ્ચાઈ પારખીને કહ્યું, "કાંઈ વાંધો નહીં દોસ્ત, તું સાચું જ બોલે છે એમ હું માની લઉં છું..મારું તો ખાલી ભાડું જ ગયું, પણ તારું તો પાકીટ ગયું ! મારી કરતા તને વધુ નુકશાન થયું છે , જા દોસ્ત ક્યારેક કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ થાય તો કરજે, ચાલો રામે રામ.." એમ કહીને રિક્ષાવાળો ચાલ્યો ગયો.નાથો એણે કહેલી વાત