અમને આપેલાં વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર આલિયા પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમમની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય. આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે છે.. આ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે છે.. પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. આલિયા નો પીછો કરવાનું કામ હનીફ ને સોંપ્યા બાદ અપૂર્વ અગ્નિહોત્રી એક અન્ય વ્યક્તિ સાથે પણ આલિયા નાં વિષયમાં ચર્ચા કરે છે.. આલિયા સાથે થયેલી મુલાકાત અપૂર્વની શાંતિ હણનારી સાબિત થઈ ગઈ હતી.. હનીફ નાં ગયાં નાં ત્રણ કલાક બાદ અપૂર્વ નાં ફોનની રિંગ વાગી.. અપૂર્વ એ જોયું તો કોલ હનીફ નો હતો.