ઉબર કૉલિંગ : પ્રકરણ ૧ - રહસ્યમયી સફર..!!

(80)
  • 5.5k
  • 10
  • 3.7k

પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. રિવરફ્રન્ટ પર ઊભા રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું.." સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું.."મારી ઘરવાળી ,મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!"આ ફેંક સાલા..પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું."લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું, ખાલી મીઠું જ છે