જીવનસાથી

(64)
  • 3.2k
  • 8
  • 1.3k

ઓરડા માં ભેગા થયેલા બંને પરિવાર ના સભ્યો વિશાલ નો જવાબ સાંભળવા આતુર હતા...આટઆટલી ચર્ચા વિચારણા બાદ વિશાલ નો નિર્ણય જાણવાની સૌને તલાવેલી હતી..સૌના જીવ અધ્ધર હતા...ગંભીર ચહેરે સૌ કોઈ વિશાલ તરફ તાકી રહ્યા હતા...એમાંની અમુક નજરો માં આજીજી..ને અમુક નજરો માં હુકમ હતો.ત્યાં જ એક ધડામ કરતો અવાજ આવ્યો અને વિશાલ એ દિશા માં દોડી ગયો.... * * * * વિશાલ અને જુહી આજથી એક વર્ષ પહેલાં લગ્નગ્રંથીથી જોડાયા હતા...ઉઘડતો વાન.....સંપ્રમાણ બાંધો...આધુનિક છોકરાને શોભે એવી હર સ્ટાઇલ...અને મદહોશ કરી મૂકે એવો અવાજ ધરાવતા વિશાલ ને જુહી એ પહેલી નજરે જ પસંદ કરી લીધો