અગાઉ આપણે દિલાસો 5 ના પ્રકાશમાં જોઈ ગયા કે રાજુને માતાજીના સોગંદ લેવડાવા માટે જોગણી માંના મંદિરે લઈને તેની પત્ની અને તેની બા સાથે જાય છે, પણ જેવું માતાજી નું મંદિર નજીક જોઈને રાજુ બાનું કાઢે છે. કે તેને લઘુશંકા કરવી છે. એટલે તે ઝાડીની પાછળ જવા લાગ્યો, જાણે તે પોતાને આ આફતમાંથી બચાવી હોય, તેમ થોડી રાહત અનુભવે છે ,બીજી બાજુ વહુ એ કહ્યું " માં આ મારો ધણી લઘુશંકાનું બાનું કાઢીને ચટકી ગયો. અર્થાત્ નાસી ગયો ? "" વહુ તું ખોટી ચિંતા ન કર.. એ હાલ આવશે . "" માં હવે તમે ખાલી ' દિલાસો ' આપવાનું રહેવા