ચેલેન્જ - 11

(211)
  • 10.8k
  • 13
  • 6.1k

‘કેવી રીતે?’ દિલીપે આશ્ચર્યસહ પૂછ્યું. ‘બલરામપુરથી ઉપડેલી સુપરફાસ્ટ ટ્રેન બીજે દિવસે સવારે સાડા દસ વાગ્યે વડોદરા પહોંચે છે. બલરામપુરથી ઉપડ્યા પછી બે મોટા જંકશન પર થોડી થોડી વારના હોલ્ટ કરીને એ ટ્રેન મોડી રાત્રે અહીં લલિતપુરમાં સ્ટોપ લે છે અને પછી વડોદરા તરફ આગળ વધે છે!’ વાત કરતાં કરતાં મહેન્દ્રસિંહે ધડિયાળમાં સમય જોયો, ‘મને લાગે કે કે ટ્રેન ક્યારનીયે અહીંથી પસાર થઇ ગઈ હશે. ખેર, હું રેલ્વે સ્ટેશન પર પૂછપરછ કરાવીશ.’