વન્સ અપોન અ ટાઈમ - 38

(186)
  • 9.7k
  • 15
  • 6.8k

‘આગળની વાત કરતાં પહેલાં હું તમને અમર નાઈક અને એના ભાઈ અશ્વિન નાઈક વિશે થોડી માહિતી આપી દઉં,’ પપ્પુ ટકલાએ કહ્યું, ‘અમર નાઈકના પિતા મારુતિ નાઈક સીધાસાદા ખેડૂત હતા, પણ અમર નાઈકને સીધીસાદી જિંદગીમાં અને મહેનત કરીને મળતા બે ટંકના રોટલામાં રસ નહોતો. કિશોરાવસ્થાથી જ એ આડી લાઈને ચડી ગયો હતો. એને ચિક્કાર પૈસા કમાવા હતા અને લોકો પોતાનો પડ્યો બોલ ઝીલે એવું એ ઈચ્છતો હતો. એની આ મહત્વકાંક્ષા એને અંડરવર્લ્ડ તરફ દોરી ગઈ હતી, એનાથી ઉલટું, એનો નાનો ભાઈ અશ્વિન નાઈક શાંત સ્વભાવનો હતો.