બ્રેક વિનાની સાયકલ - આજ કાલ અંબોડા ઓછા દેખાય છે...

(13)
  • 5.5k
  • 1
  • 2k

આજ-કાલ અંબોડા ઓછા દેખાય છે...!અલ્પસંખ્યક કેશ ધારણ કરનાર પુરુષોને (સીધે સીધું જ કહોને.. ટાલીયા પુરુષોને) અભિનેત્રી રેખા જેવા કેશ ધારણ કરનારી નારી... બેશક પસંદ આવે છે. જે રીતે બોખલા લોકોને વારંવાર ખારીશીંગ ખાવાનું મન થયા કરે તેમ. પુરુષો માટે તો હેરસ્ટાઈલના વિકલ્પ ખૂબ ઓછા છે. વિશ્વ-કપની ભાષામાં કહીએ તો મિડ-ઓર્ડર, ઓફ સાઈડ અને લેગ સાઈડ બાકીના બધાં પેટા પ્રકાર છે. બાકી સ્ત્રીઓ પાસે તો સ્વીસ બેન્કના નાણા કરતા પણ વધારે હેર-સ્ટાઈલ હોય છે. હોય ભાઈ હોય ! કોઈકના મહેલ જોઇને આપણા ઝૂંપડાને ફૂંકી ન મરાય..! અમારી બાજુમાં રહેતા ભોલું અંકલ વારંવાર કાકીને કહે...“કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય