મન મોહના - ૩

(161)
  • 4.5k
  • 10
  • 2.9k

મનને આ બધું હવે યાદ આવી રહ્યું હતું એ વખતે નિમેશને માર્યા બાદ ભરત પોતાને કંઇક કહી રહ્યો હતો પણ એ તો ફક્ત કાનમાંથી પસાર થઈ ગયેલું, મને સાંભળ્યું જ ક્યાં હતું એના મનમાં તો બસ એક જ ધૂન ચાલુ હતી, મોહના...! મોહના..! મન મોહનાનું રટણ કરતો કરતો ચાલવા લાગેલો...બીજે દિવસે મન ક્લાસમાં ગયો ત્યારે થોડા વિદ્યાર્થીઓ સાથે મોહના પણ આવી ગઈ હતી. એ મોહનાની પાછળની બેંચ પર બેસી ગયો. મોહના એની બાજુવાળી છોકરી સાથે વાતો કરી રહી હતી અને મન ચૂપચાપ એને જ જોઈ રહ્યો હતો..!ભરત મનની બાજુમાં બેસતા બોલેલો, “અરે યાર આટલે આગળ કેમ બેસી ગયો. ચોથી બેંચ પર?