પ્રથમ અને પરી બંને શ્લોક ના ઘરે જાય છે. શ્લોક બંનેને આવકારે છે. અને પુજાને કહે છે તુ પહેલા મીઠાઈ નુ બોક્સ લાવ અને પ્રથમ અને ભાભીને મો મીઠું કરાવ. પ્રથમ કહે છે શુ થયું તુ કેમ આટલો ખુશ છે ?? શ્લોક : લે આ પહેલાં મીઠાઈ ખા. પછી હુ બધી વાત કરૂ છું. આજે હુ બહુ ખુશ છું. પરી : પ્રથમ તુ પહેલાં શ્લોકભાઈને પેલો તેમનો ફોટો આપ નહી તો વાતોમાં ભુલાઈ જશે. પ્રથમ શ્લોક ને ફોટો આપે છે. શ્લોક : પ્રથમ મે તને કહ્યું હતુ ને કે મારી એક મોટી બહેન હતી. હુ તેને બહુ યાદ કરતો હતો