ત્રીજી વિદાય

(28)
  • 2.7k
  • 1
  • 895

સોસ પડ્યો હતો ગળામાં, તો પાણી માટે હાથ લંબાવ્યો અને મીરા બેન થીજી ગયા. આવડુ કટુ સત્ય ઉંઘમાં પણ કેમ વીસરાય. ચાર દિવસ તો થઈ ગયા હતા આ વાતને, હવે અહીયાં બેડ સાઈડ ટેબલ ને ઉપર પાણીની બોટલ ક્યાંથી હોય, જહેમતથી ઉભા થયા. પીળા ઝાંખા બલ્બના પ્રકાશમાં આંખો ટેવાતા વાર લાગી. માટલા સુધી પહોંચતા તો જાણે અજાણી વનની કેડીએ અંધારી રાતમા નીકળ્યા હોય એવુ થયુ. જોકે અહીયા વૃક્ષ ક્યાં હતા, અહીયા તો હતી વૃદ્ધત્વથી હાંફતા ખાટલાની કતારો. ધીમે ધીમે પાણી ગળે ઉતાર્યું, પણ મોં બગડી ગયુ. હજીએ પાણીનો સ્વાદ માફક આવતો નથી. બાજુના ખાટલે ગંગામા હતા એ કહેતા હતા કે