નદી ફેરવે વહેણ્ - 10

(24)
  • 3.8k
  • 4
  • 1.5k

સેંટ લુઇ થી ફીનીક્ષ જ્યારે સંભવ ફ્લાય કરતો હતો ત્યારે તેને પહેલી વખત લાગ્યુ કે પપ્પા તેને બહુ ચાહે છે અને તેના પરાક્રમોથી વારંવાર દુઃખી થાય છે. તેને ફરિયાદ હતી કે પપ્પા જીઆની વાત વધુ માને છે અને તેથી શીલા મારો સંભવ કહીને પક્ષ લેતી હોય છે. તેની વિચાર ધારાએ વહેણ બદલ્યુ આ ઉંમરે તેની સાથેના બધા કુટુંબ અને કામમાં સ્થિર થઇ ગયા હતા અને તે અસ્થિર આવકોમાં જીવતો હતો. તેનામાં રહેલ પુરુષ અહંમ જાગી ગયેલો હતો અને તેથી તે જુદા જુદા સ્તરે તેનુ ધાર્યુ કરતો પણ મમ્મીને કહેતો હું તું કહે છે તેમ કરુ છું.