સમુદ્રાન્તિકે - 15

(82)
  • 6.9k
  • 2
  • 4.7k

મારા ચિત્તજગત પર પોતાની અમીટ છાપ છોડી જનારા સૌંદર્યોમાં આ શ્યાલબેટનું પ્રાકૃતિકરૂપ આગવું સ્થાન પામવાનું છે. દીવાદાંડીના ઝરુખેથી આખો બેટ નીરખ્યો ન હોત તો ઉજ્જડ ખારાપાટ પાસે, સમુદ્રજળથી ઘેરાયેલા આ નાનકડા ટાપુને હું પૂરેપૂરો ઓળખી ન શકત. સામેની દિશાએ, ચળકતા સાગરપટ પાછળ વરાહસ્વરૂપની વનરાજિ, ત્યાંથી ઉત્તર તરફ ચાલી જતી ખડકોની હાર આગળ જતાં પૂર્વ તરફ વળાંક લઈ બેટની અર્ધવર્તુળમાં ઘેરે છે. ખડકો પૂરા થાય એટલે લીલા બાવળોની હાર આવે. જોકે અહીંથી તે સ્પષ્ટ દેખાતી નથી. તેના પછી તરંગોને પેલે પાર એસ્ટેટ બંગલાની ઝાંખી-પાંખી ક્ષિતિજરેખા. વચ્ચે ઊભેલો ભેંસલાનો વિશાળ ખડક. બાકી બધે જ અફાટ લહેરાતો ઉદધિ.