આગળ જોયું કે ઓમ તળાવના પાણીમાં પોતાનું વિચિત્ર પ્રતિબિંબ જોઈ છે. તે આગળ વધે છે અને કમંડલ પાસે પહોંચે છે.કમંડલ મેળવવા માટે ભસ્મની જરુર હોવાથી તે અગ્નિમાં પ્રવેશે છે. ઓમ મહાદેવનું નામ લઈને તેનું શરીર અગ્નિને સોંપી દે છે. અગ્નિની જ્વાલા ઓમના શરીર ને તાપ આપે છે પણ ઓમને કંઈ હાનિ થતી નથી તેથી ઓમ આંખો ખોલે છે. "અગ્નિની વચ્ચે ઊભો છું તો પણ મને કંઈ થતું કેમ નથી...?" ઓમ વિચારે છે. અચાનક બધાં કમંડલ ભેગા થઈને એક બની જાય છે અને એક અવાજ સંભળાય છે : " નિ:સ્વાર્થ ભાવના એ યક્ષીણી ની મદદ કરવા તમે તમારા દેહને અગ્નિ ને