ત્રણ વર્ષ પછી..... જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં, પણ નિયતિ માટે આ ત્રણ વર્ષ કાઢવા ખૂબ કપરાં હતાં. દરરોજ રોહનની યાદ અને યાદો માં તેની પાછી આવવાની આશ. પણ દરરોજ નિરાશા હાથમાં આવે અને નિયતિનું મન દુખાડે. પણ જ્યાં મન કોઈકને સોંપી દીધું હોય તો કોઈ મુશ્કેલી હરાવી ના શકે. અને આ જ હિંમત અને મક્કમતાથી નિયતિએ ત્રણ વર્ષનો લાંબો ગાળો પૂરો કર્યો. આવવાની કોઈ આશ હતી નહીં પણ છતાં આજે મન બેચેન વધારે હતું. કશુંક સંકેત આપતું હતું. વાતાવરણ પણ બદલાય રહ્યું હતું અને વગર ઋતુનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક નિયતિનાં ફોનની રીંગ વાગી. કોઈક અજાણ નંબરથી રીંગ