મુહૂર્ત (પ્રકરણ 4)

(187)
  • 4.7k
  • 14
  • 2.6k

અમેઝ પુના જવાના હાઈવે પર દોડવા લાગી. કાર પુના પહોચે ત્યાં સુધી મારી પાસે વિચારવા સિવાય કોઈ કામ ન હતું. વિચારવા માટે પણ મારી પાસે આ જન્મની કોઈ મીઠી યાદો હતી જ કયાં? આ જન્મે તો હજુ મને અને નયનાને મળ્યાને એક અઠવાડિયા કરતા વધુ સમય થયો નહોતો. હું ફરી પૂર્વજન્મની મીઠી યાદોમાં ખોવાઈ ગયો. એ દિવસે અનન્યા સાથે મારી બીજી મુલાકાત હતી. મારે એની પાછળ જઈ એ કયાં રહે છે એ જાણવું હતું. પણ હું ન જઇ શકયો કેમકે પપ્પા એ દિવસે સાંજ સુધી સ્ટોર પર ન આવ્યા. અમે વારાફરતી સ્ટોર પર બેસતા અને એ દિવસે સ્ટોર પર બેસવાનો